Gujaratમાં એક વિવાદ હજી શાંત નથી થયો ત્યાં BJPના વધુ એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન! રાજા અને રાણી માટે કિરીટ પટેલે આપ્યું નિવેદન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-23 12:36:21

એક તરફ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે તો વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે... ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંદોલનનો પાર્ટ 2 કરવાની ચિમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી.. આ બધા વચ્ચે ભાજપના વધુ એક નેતાએ રાજા અને રાણી માટે નિવેદન આપ્યું છે...

કિરીટ પટેલે કરી વિવાદાસ્પદ ટિપ્પણી!

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, અલગ અલગ નેતાઓ જનસભાઓ સંબોધી રહ્યા છે.. ઉમેદવાર તેમજ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા પરંતુ આ બધા વચ્ચે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે તો ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.. જે નેતાની વાત અહીં કરવામાં આવી રહી છે તે નેતા છે કિરીટ પટેલ.. કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના બીજેપી પ્રમુખ છે... વિસાવદર ખાતે મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ધાટન હતું તે વખતે તેમણે નિવેદન આપ્યું છે જેને કારણે તે ચર્ચામાં આવ્યા છે.


શું કહ્યું કિરીટ પટેલે? 

કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગમાં કિટીટ પટેલે નિવેદન આપ્યું કે રાજાની પટરાણી ભલે વિકલાંગ હોઈ પણ તેના કૂખેથી જે દીકરો પેદા થતો હતો તેજ રાજા બનતો હતો . અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક તરફ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શરૂ થયેલા વિરોધને શાંત પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વધુ એક નેતા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે... નિવેદન આપ્યા બાદ તેમણે પોતાના નિવેદનને લઈ માફી પણ માગી. માફી માગતો એક વીડિયો સામે આવ્યો જેમાં તેમણે કહ્યું કે વિસાવદર ખાતેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું....



પરષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજના લોકોને અપીલ કરી  

મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ બની રહ્યો છે તેવું લાગી ગયું છે.. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા દ્વારા ફરી એક વખત ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે.  મોરબી ખાતે ઉપસ્થિત પરષોત્તમ રૂપાલાએ નાની મોટી વાતને દરગુજર કરવા અપીલ કરી ઉપરાંત સમર્થ ભારત બનાવવા માટે જોડાવા અપીલ કરી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે