Sabarkantha Loksabha સીટ પર વિવાદ યથાવત। ભાજપના કાર્યકરોની WhatsApp Chat Viral, જુઓ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 13:09:57

શનિવારે ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો. એક બેઠક હતી સાબરકાંઠાની અને એક બેઠક હતી વડોદરાની. ગઈકાલે ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે જેમાં સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. સાબરકાંઠામાં ભીખાજીના બદલે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. પણ જ્યારે ભીખજીએ ચૂંટણી લડવાની ના પાડી ત્યારથી જ વિરોધની આગ ફાટી નીકળી હતી. 

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની દર્શાવી ઈચ્છા

ભાજપ દ્વારા 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી ગયા છે. અનેક નામો એવા છે જે એકદમ નવા છે અને અનેક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. શનિવારે બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની ઈચ્છા દર્શાવી.જેને કારણે ભાજપે બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવી પડી. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા ચૂંટણી માટે પહેલા બીજેપીએ ભીખાજી ઠાકોરેને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે બાદ શનિવારે એકદમ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી. તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી. આને કારણે કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. 


ઉમેદવાર તરીકે નામ જાહેર થતા શરૂ કરી દીધો હતો પ્રચાર!

અનેક મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં લખવામાં આવ્યું છે - તેમના માત્ર અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં માત્ર 240 મત બારૈયા સમાજના છે. આ કયા ક્ષત્રિય ઠાકોર થયા? આ પ્રકારના સ્ટેટ્સ અત્યારે વોટ્સઅપ પર ફરતા થયા છે કારણ શું તો સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.  પછી તો ત્યાં પ્રચાર પણ શરૂ થઈ ગયો હતો અને અચાનકથી જ્યારે ભીખજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે અંગત કારણો સર માંરે ચુંટણી નથી લડવી.


કાર્યકર્તાઓમાં જોવા મળી નારાજગી, મૂક્યું સ્ટેટ્સ કે.....  

ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરાયા બાદ એમના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. મેઘરજ નગરના તમામ સમર્થકોએ 'ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં'ના બેનરો સાથે રેલી યોજી કાઢી. સૂત્રોચ્ચાર કર્યો હતા  સમર્થકોએ ભીખાજી ઠાકોરને ફરી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા માગ કરી છે. અરવલ્લી ભાજપના આંતરિક વિખવાદની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે પણ ભીખાજીના સમર્થનમાં એકાએક રાજીનામું આપી દીધું હતું. 

 

ભીખાજી ઠાકોરે વ્યક્ત કર્યું હતું દર્દ 

આ પરિસ્થિતિ માત્ર સાબરકાંઠામાં નથી વડોદરામાં આવું જ જોવા મળી રહ્યું છે. રંજન બેનના સમર્થકો પણ નારાજ છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદ જ્ઞાતિને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે આ વિવાદને કારણે ભીખાજીએ ઉમેદવારી પાછી ખેંચી હોય તેવું માનવમાં પણ આવી રહ્યું છે ભીખાજીએ જ્યારે લડવાની ના પાડી ત્યારે તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.  

 

શા માટે ઉમેદવાર તરીકે કરવામાં આવી ભીખાજીની પસંદગી? 

ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાનું કારણ તો ભીખાજી ઠાકોર ભાજપમાં સક્રિય છે. અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તે એકવાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પદ પર છે. એટલે સહકારી ક્ષેત્રમાં ભીખાજીની નામના ખરી.આમ સમીકરણો સેટ કરી ને ટિકિટ આપી હતી પણ રાતોરાત સમીકરણો બદલાઈ ગયા તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો...  



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'