'સામના'માં PM મોદી સામે આર્ટિકલ લખવા પર વિવાદ, સંજય રાઉત સામે નોંધાઈ FIR


  • Published By :
  • Published Date : 2023-12-12 15:00:12

શિવસેના (ઉદ્ધવ)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સામે ફરિયાદ નોંધાઈ છે. શિવસેનામા મુખપત્ર 'સામના'માં પીએમ મોદી વિરૂધ્ધ કથિત એક વાંધાજનક આર્ટિકલ લખવા મામલે રાઉત સામે એફઆઈઆર થઈ છે. ભાજપના નેતાએ યવતમાલમાં સંજય રાઉત સામે FIR  નોંધાવી હતી. 


સંજય રાઉતે લખ્યું વાંધાજનક લખાણ


બિજેપી નેતા નિતિન ભુટાડાએ યવતમાલમાં સંજય રાઉત સામે ફરિયાદ નોંધાનતા કહ્યું કે રાઉતે 11 ડિસેમ્બરના રોજ સામનામાં પીએમ મોદી વિરૂધ્ધ વાંધાજનક આર્ટિકલ લખ્યો હતો. પોલીસના  જણાવ્યા પ્રમાણે નિતિન ભુટાડાએ સામનાના કાર્યકારી સંપાદક સામે ફરિયાદ નોંધાઈ છે. હવે આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. 


આર્ટીકલમાં શું લખ્યું છે?


પોલીસના જણાવ્યા પ્રમાણે આ આર્ટિકલમાં બે સમુદાયો વિરૂધ્ધ દુશ્મની વધે તે પ્રકારનું લખાણ છે. આ મામલે ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત સામે કલમ 153 (A), 505 (2) અને 124 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.