રાજ્યમાં કોરોનાના નવા 301 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 115 દર્દી


  • Published By :
  • Published Date : 2023-03-27 21:20:20

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ 115 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 149 દર્દીઓ સાજા થયા છે અને હાલ 8 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.


કોરોનાના કુલ 1849 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1849 દર્દીઓ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,864 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.99 ટકા છે.


115 કેસ સાથે અમદાવાદ મોખરે 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 115 કેસ નોંધાયા છે. 53 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં નવા 27 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 31 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 42 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 22 નવા કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 12 કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠામાં 6 કેસ, ભરૂચમાં 6 કેસ, મહેસાણામાં 4 કસે, સુરેન્દ્રનગરમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, આણંદમાં 1 કસે, ભાવનગરમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને વલસાડમાં પણ 1 કેસ નોંધાયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.