રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 70 દર્દી નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-19 20:55:40

રાજ્યમાં કોરોના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા 9 દિવસ બાદ આજે કેસમાં ઘટાડો નોંઘાતા તંત્ર સહિત લોકોએ રાહત અનુભવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 133 પોઝીટિવ કેસ નોંધાયા છે. રાજ્ય ચાર મોટા શહેરોની તુલનામાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 70 કેસ આવ્યા છે. 



રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ


કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ છે. જેમાં 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 735 દર્દીઓની હાલત હાલત સ્થિર છે. બીજી તરફ, 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જિલ્લા અને કોર્પોરેશનમાં કેટલા કેસ?


રાજ્યમાં કોરોના કેસની સ્થિતી અંગે વિવિધા જિલ્લા અને કોર્પોરેશન પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા છે. સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 6 નવા કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 નવા કેસ, વલસાડમાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર 3 અને પોરબંદરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ 1-1 કેસ નોંધાયો છે.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.