ગુજરાતમાં કોરોનાના 328 નવા કેસ, અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ,એક્ટિવ કેસનો કુલ આંક 2155એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-04-07 21:49:17

ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે, રાજ્યમાં કોરોના દૈનિક કેસોમાં ગઈકાલ કરતાં આજે પણ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 328 કોરોના સંક્રમિત નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 315 દર્દી સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. 


કુલ 2155 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2155 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2143 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,71,224 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11057 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 96 કેસ


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો સૌથી વધુ 96 કોરોના કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાંથી 31, વડોદરામાં 25 કેસ, મહેસાણામાં 26 કેસ,રાજકોટમાં 5 કેસ, મોરબીમાં 23, વલસાડમાં 11 કેસ,ગાંધીનગરમાં 16 કેસ,પાટણમાં નવા 4 કેસ, આણંદમાં 5 કેસ, સાબરકાંઠામાં 12 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, અમરેલીમાં 7 કેસ, ભરૂચમાં 5 કેસ, ભાવનગરમાં 4 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, નવસારીમાં 7 કેસ, કચ્છમાં 3 કેસ, પંચમહાલમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ અને ગીર સોમનાથમાં 1 કેસ નોંધાયો છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.