Gujarat corona cases: નવા 186 કેસ, કુલ 1502 એક્ટિવ કેસ, રિકવરી રેટ 99.03 ટકા


  • Published By :
  • Published Date : 2023-04-27 21:50:06

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 186 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 316 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.03 ટકા નોંધાયો છે. 


કુલ 1502 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 1502 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1495 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,77,483 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11074  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ 74 કેસ તો એકલા અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. આ ઉપરાંત  વડોદરા કોર્પોરેશનમાં 27 કેસ, સુરત કોર્પોરેશનમાં 17 કેસ, સુરત-10 કેસ, વલસાડ-6 કેસ, આણંદ, મહેસાણા અને ભરૂચમાં 5-5 કેસ, ગાંધીનગર,મોરબી અને વડોદરામાં 4-4 કેસ, બનાસકાંઠા, નવસારી, પાટણમાં 4-4 કેસ નોંધાયા છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.