ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ, સૌથી વધુ 120 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, વલસાડમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-26 20:51:29

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જેની સામે 134 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 5 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વલસાડમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે. આમ, છેલ્લા 5 દિવસમાં કોરોનાને કારણે 5 દર્દીના મોત નીપજ્યા છે. 


કોરોનાના 1697  એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસએ ચિંતા વધારી છે, રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1692 દર્દીની તબિયત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કયા શહેરમાં કેટલા કેસ?


રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 120 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન - 30, સુરત કોર્પોરેશન - 25, મોરબી - 17, વડોદરા - 16, રાજકોટ - 14, વડોદરા કોર્પોરેશન - 14, સુરત - 8, અમરેલી - 6, જામનગર કોર્પોરેશન - 6, મહેસાણા - 6,  સાબરકાંઠા - 6, ભાવનગર કોર્પોરેશન - 5, કચ્છ - 5, બનાસકાંઠા-4, પાટણ - 4, વલસાડ - 4, ગાંધીનગર કોર્પોરેશન - 3, પોરબંદર - 3અમદાવાદ-2 આણંદ - 2,નવસારી - 2, ભરૂચ - 1, ભાવનગર - 1 અને ખેડામાં - 1 નોંધાયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે