ભારતમાં વધતા કોરોનાના કેસ પાછળ નવું સબ વેરિઅન્ટ XBB 1.16 જવાબદાર? જાણો કેટલું છે ખતરનાક?


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-03-18 18:24:57

ભારતમાં શનિવારે 126 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 800થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 843 કેસ નોંધાયા છે. દેશમાં કોવિડના કેસ પણ ત્યારે જ વધી રહ્યા જ્યારે ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસ એક્ટિવ છે. વધતા કોરોનાના કેસ પાછળ કોરોના સબ વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોએ પણ દેશમાં કોરાનાના નવા વેરિયેન્ટના પગલે નવી લહેરની આશંકા વ્યક્ત કરી છે.


ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ વધ્યા


કોરોના વેરિયેન્ટ પર નજર રાખતા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મએ કોરોનાના સબ વેરિયેન્ટ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં કોરોનાના સબ વેરિયેન્ટ  XBB 1.16થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ નવો વેરિયેન્ટ ચિંતાનજક એટલા માટે છે કેમ કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરવા સક્ષમ છે.


XBB1.16ના લક્ષણો શું છે?


આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ આવે છે. તેના લક્ષણો કોરોનાના જૂના લક્ષણો જેવા જ છે. આ સિવાય લોકો પેટમાં દુખાવો અને અસ્વસ્થતા, ઝાડા જેવી ફરિયાદ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરી શકે છે. આ વાયરસ ફેલાવવાની સંભાવના ઘણી વધારે છે.ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.