ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રી, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી પોઝિટીવ


  • Published By :
  • Published Date : 2022-12-29 11:53:16

ચીનમાં  વધેલા કોરોના સંક્રમણે હવે ભારત સહિત વિશ્વના અન્ય દેશોની પણ ચિંતા વધારી છે. ગુજરાતમાં પણ વિદેશથી આવેલા લોકોના કારણે સંક્રમણ ધીરે-ધીરે વધી રહ્યું છે. આજે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા વહીવટી તંત્ર દોડતું થયું છે.


કંબોડિયાથી આવેલો વિદ્યાર્થી પોઝિટીવ 


કંબોડિયાના 18 વિદ્યાર્થીઓ 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં રોકાયા હતા. આ વિદ્યાર્થીઓમાંનો એક કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે ફરી એજ ગ્રુપમાંથી વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે.રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસર સહિતના 18 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ બધા જ વિધાર્થીઓને ઇન્ફોસિટીમાં આવેલ હોટલમાં રાખવામાં આવેલ છે. ગાંધીનગરમાં દહેગામ તાલુકાના લવાડ ગામ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વિદેશી ડેલિગેશનનો વધુ એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ યુનિવર્સિટી  તંત્રની ચિંતા વધી ગઈ છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.