Coronaનો નવો વેરિયેન્ટ BA.2.86 મચાવશે હાહાકાર! જાણો શું છે તેના લક્ષણો અને ક્યાંથી નોંધાયા આના કેસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-02 16:48:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો. કરોડોની સંખ્યામાં લોકો મૃત્યુને પામ્યા હતા. ભારતમાં પણ કોરોનાનું વિકરાળરૂપ જોવા મળ્યું છે. અનેક લોકોને કોરોના ભરખી ગયો હતો. ત્યારે હવે વધુ એક વેરિયન્ટ હાહાકાર મચાવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે. માત્ર થોડા દિવસોની અંદર જ વિશ્વભરમાં આ કેસની સંખ્યા વધી ગઈ છે તેવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે. ઓમિક્રોનના નવા પ્રકારો જેમ કે એરિસ અને પિરોલા (BA.2.86)માં વધુ પરિવર્તન જોવા મળ્યું છે. ખૂબ જ ટૂંકા સમયની અંદર પિરોલા યુકે, યુએસ, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયેલ જેવા ઘણા દેશોમાં પહોંચી ગયો છે.


શિયાળામાં વેરિયન્ટ ઘાતક બને તેવી સંભાવના!

શું કોરોના વાયરસ પુનરાગમન કરવા જઈ રહ્યો છે? યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કોવિડ-19નું નવું વેરિયેન્ટ BA.2.86ને શોધી કઢાયું છે. આ નવો વેરિયેન્ટ અમેરિકા, ડેનમાર્ક અને ઇઝરાયેલમાં જોવા મળ્યો છે. નિષ્ણાતોએ આ શિયાળામાં નવો વેરિયેન્ટ ઘાતક બને તેવી આશંકા વ્યક્ત કરી છે. CDCએ એક ટ્વીટમાં કહ્યું, 'અમે BA.2.86 વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. કોવિડ-19 ની જેમ તમારી જાતને કોવિડ-19ની જેમ જ બચાવો. રોઇટર્સના રિપોર્ટ મુજબ, WHOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેણે મોટી સંખ્યામાં મ્યૂટેશનને ધ્યાનમાં રાખીને BA.2.86 ને મોનિટરિંગ હેઠળ રાખ્યું છે.



WHOએ શું કહ્યું?


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને અમેરિકા (America)ના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે કોવિડ-19ના એક નવા વેરિએન્ટ (New Variant) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવા વેરિએન્ટનું નામ BA.2.86 છે. તેની સંભવિત અસર અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.WHOએ મહામારી અંગે એક બુલેટિન જારી કરી કહ્યું છે કે મોટી સંખ્યામાં કોરોનાના સ્પાઈક જીન મ્યુટેશનને લીધે નવા વેરિએન્ટનો જન્મ થયો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ ફક્ત ઈઝરાયલ, ડેનમાર્ક અને અમેરિકામાં જ જોવા મળ્યા છે. જો કે કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે WHOએ કહ્યું છે કે BA.2.86 મ્યુટેશનના સંભવિત જોખમની માહિતી મળી નથી અને તેને લગતુ સાવધાનીપૂર્વક મૂલ્યાંકન (carefully Evaluate) કરવામાં આવી રહ્યું છે. 


  

શું છે સંક્રમિત થયા હોવાના લક્ષણો 

એવું પણ સામે આવ્યું છે કે કોરોનાથી પણ વધારે ચેપી અને ખતરનાક આ વેરિયન્ટ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટને લઈ હજી સુધી કોઈ નક્કર દાવો કરવામાં આવ્યો નથી. સંશોધનમાં નવા નવા તારણો સામે આવી રહ્યા છે. લક્ષણોની વાત કરીએ તો આ વાયરસથી સંક્રમિત લોકોને સામાન્ય શરદી-ફ્લૂ, ઉઘરસ આવવી, માથાનો દુખાવો થવો, ભૂખ ન લાગવી , શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે છે. જો કે આને લઈને પણ સ્પષ્ટતા નથી થઈ.   



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.