corona cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 254 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં એકનું મોત; 6 દર્દી વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-04-22 21:42:17

રાજ્યમાં સતત કોરોનાના કેસમાં  છેલ્લા કેટલાક દિવસોથી વધારો-ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 254  કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 333 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. 


કુલ 1917  એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 1917  એક્ટિવ કેસ છે. જે પૈકી 06 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1911 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,76,047 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11073  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ 75 કેસ તો એકલા અમદાવાદમાંથી નોંધાયા છે. આ ઉપરાંત  વડોદરામાં 37 કેસ, સુરતમાં 46 કેસ અને રાજકોટમાં માત્ર 3 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 17 કેસ, મહેસાણામાં 10 કેસ, અમરેલીમાં 8 કેસ અને વલસાડમાં પણ 8 કેસ નોંધાયા છે. પાટણ અને સાબરકાંઠામાં 7-7 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 6 કેસ, ભાવનગરમાં 6 કેસ, નવસારીમાં 5 કેસ નોંધાયા છે. આણંદ અને મોરબીમાં 4-4 કેસ સામે આવ્યા છે. જ્યારે કચ્છમાં 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, જામગનરમાં 1 કેસ અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.