Gujarat corona cases:નવા 174 કેસ, કુલ 2215 એક્ટિવ કેસ, રિકવરી રેટ 98.96 ટકા


  • Published By :
  • Published Date : 2023-04-17 21:51:43

ગુજરાતના લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 174 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ  268 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર  98.96 ટકા નોંધાયો છે. 


કુલ  2215 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2215 એક્ટિવ કેસ છે. જે પૈકી  05  દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2210  દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,830 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ- 57, વડોદરા કોર્પોરેશન - 26, સુરત કોર્પોરેશન - 24, સાબરકાંઠા - 9, ગાંધીનગર કોર્પોરેશન - 6, રાજકોટ કોર્પોરેશન - 6, સુરત - 6, મહેસાણા - 5, વડોદરા - 4, વલસાડ - 4, ભરૂચ - 3, કચ્છ - 3, અમરેલી - 2, આણંદ - 2, ભાવનગર કોર્પોરેશન - 2, ગાંધીનગર - 2, ગીર-સોમનાથ - 2, મોરબી - 2, નવસારી - 2, અમદાવાદ - 1, અરવલ્લી -1, બનાસકાંઠા - 1, પંચમહાલ - 1, રાજકોટ - 1, રાજકોટ - 1, સુરેન્દ્રનગર - 1, તાપી-1 કેસ નોંધાયો છે, જો કે રાજ્યમાં 15 જિલ્લા અને મહાનગરપાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. જેમાં ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા,જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, નર્મદા, પાટણ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે