રાજ્યમાં કોરોનાનો કહેર, 364 નવા કેસ, કુલ 1947 એક્ટિવ કેસ, અમદાવાદમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-04-11 21:47:43

ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 364 કેસ  કોરોના સંક્રમિત નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 348 દર્દી સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે  પણ કોરોનાના કારણે અમદાવાદમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. 


કુલ 1947 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 1947 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1944 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,480 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11063 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 148 કેસ


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો સૌથી વધુ 148  કોરોના કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 40 સુરત, મહેસાણામાં 36-36 કેસ સામે આવ્યા છે. પાટણમાં 15 રાજકોટ વલસાડ11-11 કેસ અને ભરૂચ-9, આણંદ 9, સાબરકાંઠા 7 કેસ નોંધાયા છે. ગાંધીનગર 9 મોરબી 5 નવસારી 5 કેસ નોંધાયા છે. કચ્છ 4 બનાસકાંઠા 3 ગીર સોમનાથ 2 અને પચંમહાલ 2 અમરેલી 1 દાહોદ 1 કેસ નોંધાયો છે. ખેડા 1 મહિસાગર, 1 પોરબંદર 1 અને સુરેન્દ્રનગર 1, તાપી 01 ભાવનગર 1 કેસ નોંધાયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.