રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે નવા કેસ 338 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 2310એ પહોંચ્યો, સુરતમાં એક દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-31 21:25:33

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે રાજ્યમાં લોકો અને સરકાર તકેદારી નહીં રાખે તો સ્થિતી વિસ્ફોટક બની શકે છે. છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો વધીને 2310 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે સુરતમાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 92 કેસ અમદાવાદમાં નોંધાયા છે.



કોરોનાના કુલ 2310 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2310 દર્દીઓ છે, રાજ્યમાં 274 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,68,737 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે, હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ નોંધાયા છે. ત્યારબાદ અમરેલીમાં 07, આણંદમાં 05, બનાસકાંઠામાં 12, ભરૂચમાં 08, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 04, દાહોદમાં 01, ગાંધીનગર જિલ્લામાં 01, ગાંધીનગરમાં 09 , ગીર સોમ નાથમાં 03, જામનગર જિલ્લામાં 02, જામનગરમાં 02, ખેડામાં 01 , કચ્છમાં 05 ,મહેસાણામાં 12, મોરબીમાં 34, પાટણમાં 01,પોરબંદરમાં 03, રાજકોટમાં જિલ્લામાં 22 , રાજકોટમાં 22 , સાબરકાંઠામાં 14, સુરતમાં જિલ્લામાં 06, સુરતમાં 31, સુરેન્દ્રનગરમાં 01, વડોદરામાં 25 ,વડોદરા જિલ્લામાં 03 અને  વલસાડમાં 06 કેસ નોંધાયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે