રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 143 કેસ, એક બાળકીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-23 20:40:59

ગુજરાતમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે 23 માર્ચના રોજ કોવિડ 19ના નવા 262  કેસ નોંધાયા છે, આજે 146 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે, રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 2 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ, છેલ્લા 2 દિવસમાં જ કોરોના વાયરસના કેસમાં 148 ટકા જેટલો વધારો થયો છે. 


રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ


ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1179 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1175 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,290 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોના મોત થયા છે.


વિવિધ જિલ્લામાં કેટલા કેસ?


રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 143 કેસ નોંધાયા છે. જ્યારે 63 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં નવા 18 કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા 21 કેસ નોંધાયા છે. રાજકોટમાં 22 કેસ નોંધાયા છે. વડોદરામાં નવા 19 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. મહેસાણામાં 5 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3 કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 6 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા, કચ્છ અને નવાસારીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી, ભાવનગર, જામનગર, જુનાગઢ, ખેડા, પાટણ, સાબારકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે