ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ, 123 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે, કચ્છમાં 1 દર્દીનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-30 21:58:02

ગુજરાતમાં કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ઊંઘ હરામ કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 381  કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ  123 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે કચ્છમાં એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. આજે 269 દર્દીઓ સાજા થયા છે અને હાલ 06 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે. 


કોરોનાના કુલ 2247 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1849 દર્દીઓ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2241 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,563 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11054 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.96 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં નવા 32 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 23 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 35 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 38 કેસ સામે આવ્યા છે. જૂનગાઢમાં 2 કેસ, મહેસાણામાં નવા 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 7 કેસ નવા નોંધાયા છે. કચ્છમાં 2કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં વધુ 3 કેસ નોંધાયા છે. આણંદમાં 9 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 3 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં વધુ 11 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 4 કેસ નોંધાયા છે. જામનગરમાં 2 કેસ, પોરબંદરમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, ભરૂચમાં 8 કેસ, છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 1 કેસ, નવસારીમાં 5 કેસ, દાહોદમાં 1 કેસ,, મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.


CM  ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક


રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં હાઈ લેવલ મિટિંગ યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગમાં રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. 



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.