ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 141 કેસ, 2,136 એક્ટિવ કેસ


  • Published By :
  • Published Date : 2023-03-29 22:02:21

ગુજરાતમાં કોરોના વધતા કોરોના સંક્રમણે ફરી ચિંતા વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં ભારે ગભરાટ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ  141 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 241 લોકો દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને 08 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.


કોરોનાના કુલ 2,136 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2,136 દર્દીઓ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2,128 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,294 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.97 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી 144 કેસ તે ઉપરાંત સુરત 45 કેસ તેમજ વડોદરા 43 રાજકોટ 42 મોરબી 22 કેસ નોંધાયા છે. ગાંધીનગર 12 અમરેલી 14  મહેસાણા 16 કેસ તેમજ આણંદ 07 કેસ જામનગર 06 તેમજ સાબરકાંઠા અને વલસાડ 5-5 કેસ નોંધાયા છે. ભરૂચ, છોટાઉદેપુર, અને પાટણ 3-3 કેસ તેમજ દાહોદ અને દ્વારકામાં 1-1 કેસ નોંધાયો છે. મહીસાગર અને પંચમહાલ 1-1 કેસ નોંધાયો છે.



રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર કાળા વાવટા દર્શવી ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ કાળા વાવટા દર્શાવી નેતાઓનો વિરોધ કરી શકાશે નહીં...

ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ભાજપ સંતુપ્ત અવસ્થામાં પરંતુ અનેક એવા રાજ્યો એવા છે જ્યાં પાર્ટી મહેનત કરે છે તો 400 પાર કરવામાં પાર્ટીને મદદરૂપ રહેશે. વિપક્ષ પણ જો ધ્યાન કેન્દ્રીય કરે છે તો પરિણામમાં ફેરફાર આવી શકે છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેન્ડરની પાછળ ગાડી ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે.

ગુજરાતમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, ભાજપના અનેક કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. અનેક ઉમેદવારો ભાવુક પણ થઈ ગયા હતા. શું ચૂંટણી પહેલા શરૂ થઈ ગયું આંસુ પોલિટિક્સ?