રાજ્યમાં કોરોનાના નવા 231 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 68 કેસ, 11 દર્દી વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-04-03 21:02:56

ગુજરાતમાં કોરોના વધતા કોરોના સંક્રમણે ફરી ચિંતા વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં ભારે ગભરાટ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 231 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ 68 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 349 લોકો દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને 11 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.


કોરોનાના કુલ 2214 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2,214 દર્દીઓ છે. જેમાંથી 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2204 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,839  લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11055 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.97 ટકા છે.


અમદાવાદમાં સૌથી વધુ 68 કેસ 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 68 કેસ નોંધાયા છે. 118 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વડોદરામાં નવા 29 કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં 27 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ નવા 23 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 14 કેસ, ભરૂચમાં 13 કેસ, મોરબીમાં 11 કેસ, ગાંધીનગરમાં 12 કેસ, વલસાડમાં 6 કેસ, અમરેલીમાં 5 કેસ, આણંદમાં 5 કેસ, કચ્છમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, પંચમહાલમાં 3 કેસ, પોરબંદરમાં 2 કેસ, મહેસાણા અને નવસારીમાં પણ 1-1 કેસ નોંધાયો છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."