આ હદે ભ્રષ્ટાચાર...! Arvalliના બાયડથી સામે આવ્યો એક વીડિયો જેમાં હેન્ડ પંપ તો નાખી દીધો પરંતુ.... જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-10-01 16:12:38

ભ્રષ્ટાચાર... આ શબ્દ આજકાલ સામાન્ય થઈ ગયો છે. ઘણા કિસ્સાઓમાં જો કોઈ પણ  કામ કરાવું હોય તો પહેલા પૈસા આપવા પડે અને પછી જ કામ થાય.. આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.. અનેક યોજનાઓ એવી છે જેની કામગીરી ચોપડા પર 100 ટકા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વાસ્તવિક્તામાં ત્યાં કંઈ ના હોય.. નલ સે જલમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ત્યારે અરવલ્લીના બાયડથી એક વીડિયો સામે આવ્યો જેમાં હેન્ડ પંપ તો લગાવવામાં આવ્યો છે પરંતુ બોર જ નથી મૂકવામાં આવ્યો.. પીવાના પાણી માટે લગાવવામાં આવેલા હેન્ડ પંપમાં બોર જ નથી કરાયો.... સ્થાનિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકો સરપંચ પર આક્ષેપ કરી રહ્યા છે. 

હેન્ડપંપ તો નાખ્યો પરંતુ...

અનેક વખત કામગીરીની પોલ ખુલી જતી હોય છે... સરકારી ચોપડા પર કામગીરી પૂર્ણ બતાવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવતા હોય છે.. નલ સે જલ યોજનામાં નળ તો મૂકી દીધા પરંતુ પાણી આવતું ન હતું.. ઘરોમાં પાણી નળ દ્વારા મળે તેવી વાતો ઘણી વખત સાંભળી હશે પરંતુ વાસ્તવિક્તા શું છે તેની ખબર છે આપણને.. અરવલ્લીના બાયડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્થાનિકો હેન્ડ પંપને ઉખાડી નાખે છે અને દેખાડે છે કે તેની નીચે કાંઈ છે જ નહીં.. હેન્ડ પંપ શોભાના ગાંઠિયા સમાન છે.. હેન્ડ પંપની નીચે બોર જ નથી કરવામાં આવ્યો જેને કારણે પાણી આવતું નથી....


સિસ્ટમમાં હદ કરતા વધારે વધી ગયો છે ભ્રષ્ટાચાર 

ગ્રામજનોનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા આચરવામાં આવ્યો છે.. ઉપરાંત કાગળ પર 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે આવું કારસ્તાન કરવામાં આવ્યું છે તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.. સરકારી ચોપડે તો કામ પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ તેનું અમલીકરણ નથી કરવામાં આવતું.. જાગૃત નાગરિકે આની પોલ ખોલી છે.. ઉલ્લેખનિય છે કે ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે કંઈ પણ નાનું કામ કેમ ના કરાવાનું હોય તો પણ પૈસા આપવા પડે છે.. સિસ્ટમમાં સડો ઘૂસી ગયો છે અને આ ભ્રષ્ટાચાર સિસ્ટમને ખાઈ રહ્યો છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.