મોદી પર હુમલાની યોજના બનાવનાર PFIની ઉલટી ગીનતી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 21:40:40

મોદી પર હુમલાનું ષડયંત્ર કરનાર પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ પીએફઆઈ સામે ઓક્ટોપસ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ગાળિયો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાનાર પાર્લામેન્ટના શિયાળા સત્ર સુધીમાં સમગ્ર મામલે નિર્ણય લઈ લેવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 250થી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. 


સરદારો બાદ કાર્યકર્તાઓને ત્યાં પડશે છાપા

પીએફઆઈ પર આતંકવાદીઓ પાસેથી પૈસા લેવાનો અને અનેક શહેરોમાં દંગા ફેલાવવાનો આક્ષેપ છે. આથી કેન્દ્ર સરકાર પીએફઆઈના મોટા માથાઓ પર કાર્યવાહી અને પીએફઆઈના એકાઉન્ટ બંધ કરવા કરવા માટે મથી રહી છે. અત્યાર સુધીમાં પીએફઆઈના બે મોટા લોકોના ઘરે છાપા લગાવાઈ ગયા છે. કેન્દ્ર સરકાર હવે પીએફઆઈના કાર્યકર્તાઓ પર રેડ કરવાના મૂડમાં છે. 


થોડા દિવસો પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી

NIAએ સપ્ટેમ્બર માસના શરૂઆતના સમયમાં પીએફઆઈના  તેલંગાણા, આંધ્રપ્રદેશના 40 સ્થળોએ દરોડા પાડી ચાર લોકોની અટકાયત કરી હતી. તપાસ એજન્સીએ ત્યારબાદ તેલંગાણામાં 38 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, બે છરીઓ અને રોકડ રૂપિયા 8,31,500 સહિતની ગુનાહિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે તમામ આરોપીઓ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ કેમ્પ ચલાવતા હતા.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે