ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ, સૌથી વધુ 79 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે


  • Published By :
  • Published Date : 2023-03-24 21:24:26

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જેની સામે 129 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 79 નવા કેસ નોંધાયા છે. હાલ 6 દર્દીઓની હાલત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1291 પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના 11 જિલ્લા અને એક શહેરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.


કોરોનાના 1291 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસએ ચિંતા વધારી છે, રાજ્યમાં કુલ 1291 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1285 દર્દીઓ હાલત સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,419 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કયા શહેરમાં કેટલા કેસ?


રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 79, રાજકોટ શહેરમાં 22, સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણામાં 9, રાજકોટમાં 6, ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં 5-5 નોંધાયા છે. જ્યારે આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં 4-4 કેસ, અમરેલી, ભરૂચ, જામનગર શહેર અને પાટણ જિલ્લામાં 3-3 અને પંચમહાલમાં 2 કેસ નોંધાય છે. આ સિવાય અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર શહેર, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે