Omicronના નવા અને ખતરનાક વેરીયન્ટ BF.7ના ગુજરાતમાં બે કેસ, તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2022-12-21 18:48:23

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. ચીનમાં કોવિડ-19ના વધતા કેસ માટે જવાબદાર ઓમિક્રોનના પેટા પ્રકાર BF.7ના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં BF.7 નો પ્રથમ કેસ શોધી કાઢ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં બે કેસ નોંધાયા છે, જ્યારે ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે.



આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ તથા નિષ્ણાતો સાથે હાઈ લેવલ બેઠક યોજી હતી. કોવિડ સમીક્ષા બેઠક બાદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હજી સુધી કોવિડ કેસોની સંખ્યામાં એકંદરે વધારો થયો નથી, તેમ છતાં વર્તમાન અને ઉભરતી પેટર્નને ટ્રેક કરવા માટે સતત  દેખરેખની જરૂર છે. અહીંના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિવિધ શહેરો હાલમાં ઓમિક્રોનની પકડમાં છે, મોટે ભાગે BF.7 કોવિડનું અત્યંત ચેપી સ્વરૂપ છે, જે બેઇજિંગમાં ફેલાતો મુખ્ય તાણ છે. આ કારણે ચીનમાં કોવિડ સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.


વિશ્વના અન્ય દેશોમાં પણ મળ્યો આ વેરિયેન્ટ


ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશમાં પણ ખતરનાક ઓમિક્રોન વેરિયેન્ટએ ચિંતા વધારી છે. અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશો સહિત ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિયેન્ટ મળી ચુક્યું છે. BF.7એ ઓમિક્રોન ફોર્મ BA.5 નો સબ વેરિયેન્ટ છે અને તે વ્યાપક સંક્રામક છે અને પુનઃ ચેપનું કારણ બને છે. જે લોકોને રસી આપવામાં આવી હોય તેવા લોકોને પણ સંક્રમણની ઉચ્ચ સંભાવના છે.


કોરોનાનો વેરિયેન્ટ BA.5.2 અને BF.7 શું છે?


કોરોનાનો નવો વેરિયેન્ટ BA.5.2 અને BF.7 બંને અત્યંત ચેપી છે. BA.5.2 એ ઓમિક્રોન સબ-વેરિયન્ટ BA.5 ની પેટા-વંશ છે. આ વર્ષે જુલાઈમાં શાંઘાઈમાં BA.5.2નો પ્રથમ કેસ નોંધાયો હતો. પછી આ પ્રકાર અમેરિકાથી પરત ફરેલા 49 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો.


જ્યારે, BF.7 એ Omicron ના BA.5નો સબ વેરિયન્ટ છે. તે ખૂબ જ ચેપી પણ છે. ચીનના મોટાભાગના શહેરોમાં BA.5.2 અને BF.7ના કેસ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ BA.5.2ના કિસ્સાઓ સામે આવ્યા છે.


કેટલો ખતરનાક છે આ વેરિયેન્ટ?


નવો વેરિયેન્ટ BA.5.2 અને BF.7ની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બંને પેટા વેરિયન્ટ્સ રસી અને કુદરતી રીતે બનેલી રોગપ્રતિકારક શક્તિને છીનવી શકે છે. એટલે કે, જો તમે સંપૂર્ણ રસી લગાવી દીધી હોય અથવા બૂસ્ટર ડોઝ લીધો હોય અથવા અગાઉ કોરોનાથી ચેપ લાગ્યો હોય, તો પણ તમે આ પેટા વેરિઅન્ટ્સની ઝપેટમાં આવી શકો છો.






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે