નવસારીમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ કર્યું આધુનિક બસોનું લોકાર્પણ! 35 કિમીની કરી બસ યાત્રા, શું ખરાબ રસ્તાનો તેમને થયો હશે અનુભવ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:24:54

રાજ્યના અનેક લોકો એવા છે જે હજી પણ સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ અનેક વખત ખરાબ રસ્તા હોવાને કારણે તેમજ ખરાબ બસ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારે અનેક સરકારી બસનું લોકાર્પણ કર્યું છે. અનેક વખત ફરિયાદો મળતા રાજ્ય સરકારે 150 જેટલી બસ ગાંધીનગર, 70 બસો પાલનપુર, 150 જામનગર અને નવસારીમાં 125 બસોનું લોકાર્પણ કર્યું હતું. હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે બસને લીલી ઝંડી બતાવી હતી.

 


બસમાં કરી 35 કિલોમીટરની યાત્રા! 

નવસારી ખાતે હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક બસોનું લોકાર્પણ કર્યા બાદ નવસારીથી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ સી.આર.પાટીલે બસની મુસાફરી કરી હતી. અંદાજીત 35 કિલોમીટરની આ યાત્રા કરી બંને રાજનેતાઓએ બસનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં ખરાબ રોડ અને ખાડાની કામગીરી નહીં થવાથી છેલ્લા ત્રણ વર્ષમાં 558  અકસ્માત થયાં, 234 લોકો મોતને ભેટ્યાં | There have been 558 accidents in  Gujarat in the last ...

ખરાબ રસ્તાને લીધે જીવલેણ અકસ્માત થાય તો વાહનચાલક સામે જ સદોષ માનવવધનો ગુનો  - accident on bad roads drivers in homicide charge pothole - I am Gujarat

amc requests hc to give more time to finish the probe


(જૂની તસવીરો)

ખરાબ રસ્તાની સમસ્યા અંગે સરકાર કામ કરે તે જરૂરી!

બંને નેતાઓએ જેવી રીતે બસનું નિરીક્ષણ કર્યું હતું તેવી જ રીતે તેમણે રસ્તાનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. અનેક જગ્યાઓ એવી પણ છે જ્યાં રસ્તાઓ જ નથી. પાકા રસ્તાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં તો કાચો રસ્તા બનાવા માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. થોડા સમય પહેલા જ ડેડિયાપાડાના એક ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સરકારને રસ્તા પર પડેલા ખાડા, ખરાબ રસ્તા દેખાય તેવો વિચાર લોકો કરી રહ્યા છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.