આમ આદમી પાર્ટીની વધતી લોકચાહના પર સી.આર.પાટીલે આપ્યું નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:54:11

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાત આવી રેલીઓ ગાજવી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવાનો અને એક બીજી પાર્ટી પર કટાક્ષ કરવાનો એક પણ મોકો છોડી રહ્યા નથી. આમ આદમી પાર્ટી પણ ઉત્સાહિત થઈ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. દિલ્હી મોડલ અને પંજાબ મોડલનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પડકાર નથી.

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

આમ આદમી પાર્ટી તરફથી કોઈ પડકાર નથી - સી.આર.પાટીલ

ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનને આગળ કરી ભાજપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. અમિત શાહ પણ ગુજરાત આવી, ઉચ્ચ અધિકારીઓ સાથે મળી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે સી.આર પાટીલે કહ્યું કે ભાજપને આમ આદમી તરફથી કોઈ પણ પ્રકારનો પડકાર નથી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીને કારણે ભાજપ પ્રેશરમાં આવી ગયું છે. તેમજ ભાજપમાં ડર વ્યાપી ગયો છે.

AAP to start month-long campaign to highlight MCD's 'failures' under BJP

ભાજપ પાસે છે અનેક બ્રહ્માસ્ત્ર 

સી.આર.પાટીલે કહ્યું કે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માસ્ટર પ્લાનિંગ ભાજપ માટે મદદરૂપ બની રહેશે. ઉપરાંત ઉમેદવારો અંગે નિવેદન આપતા કહ્યું કે તમામ ઉમેદવારોના બાયોડેટા વડાપ્રધાન અને અમિત શાહને સોંપી દેવામાં આવ્યા છે. તે લોકો જે ઉમેદવારોના નામ નક્કી કરશે તેને જ ટિકિટ આપવામાં આવશે.

PM Modi transformed Kashi in five years, says Amit Shah- The New Indian  Express

કોંગ્રેસ માટે પાટીલે આપી પ્રતિક્રિયા  

કોંગ્રેસ પર ટિપ્પણી આપતા સી.આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ ફરી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે. પરંતુ સ્થાનિક સ્તરે થતી ઘટનાઓને કારણે તે ફરી બેઠુ થવા સક્ષમ નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે અગાઉ કોંગ્રેસ પાસે 35 ટકાથી વધુ આધાર ધરાવતો વોટ શેર હતો, જે હવે નથી રહ્યો. 

Rajasthan bypolls: Congress wins Mandava, RLP bags Khinvsar | Elections  News – India TV   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"