Cricket અને Garbaના ચાહકો ખાસ વાંચે આ સમાચાર, હવામાન નિષ્ણાત Ambalal Patelએ જણાવ્યું આ તારીખો દરમિયાન કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-10-07 12:14:51

15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. અને તેમાં પણ હવામાન વિભાગે ચોમાસાને લઈ જે આગાહી કરી છે તેને સાંભળી ખેલૈયાઓ આનંદિક થઈ ચૂક્યા છે. નવરાત્રીને લઈ તમામ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે. ચોમાસાએ ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ગઈ છે. પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ ખાબક્શે તેવી આગાહી ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.   

ચોમાસું@ગુજરાત: બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ, અંબાલાલ પટેલે કરી મોટી  આગાહી

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસી શકે? - BBC  News ગુજરાતી

19 ઓક્ટોબર આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જે વરસાદ લાવશે!

હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી મોસમ જામશે તેવી આગાહી કાકાએ ઘણા સમય પહેલા કરી દીધી હતી ત્યારે ફરી એક વખત નવરાત્રીમાં વરસાદને લઈ કાકાએ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 10 ઓક્ટોબર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેને કારણે દેશના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર  ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી વાત અંબાલાલ કાકાએ કરી છે. તે ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે 19 ઓક્ટોબર આસપાસ એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી ભારે વરસાદ શરુ, IMDએ આ રાજ્યોમાં જાહેર એલર્ટ |  heavy rain alert in north west india imd issues warning for many states

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, હવે સિઝનનું પહેલું વેસ્ટન ડિસ્ટર્બન્સ 10 ઓક્ટોબર સુધીમાં આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ, કરા પડવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટાની પણ શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. જ્યારે 19 ઓક્ટોબર આસપાસ એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા છે.


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ આગાહી 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 19 ઓક્ટોબર દરમિયાન મજબૂત સિસ્ટમ બનશે જેને કારણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વરસાદ ખાબકી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર જોવા મળશે. આ તારીખો દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત પણ સક્રિય થશે તે ઉપરાંત કાકાની આગાહી મુજબ 23થી 25 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ક્યાં સુધી માવઠાનો માર સહન કરવો પડશે? - ambalal  patel weather prediction for march april and may News18 Gujarati

ગરમી અને ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ

મહત્વનું છે કે સત્તાવાર રીતે ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લઈ લીધી. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં જે હમણા વાતાવરણ છે તે યથાવત રહેશે. સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ સામાન્ય રહેશે તેવી સંભાવના છે. ઉપરાંત આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહેશે તેવી શક્યતા છે. હાલ એવો સમય ચાલી રહ્યો છે જ્યાં ઠંડી પણ વરશે છે અને ગરમીનો અહેસાસ થાય છે. બેવડી ઋતુ વાળું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે. 

Photos: Navratri-2021 Navratri Is Starting Today, Know About Maa Durga All  Nine Forms And Its Worship | Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા  નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા ...

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર - BBC  News ગુજરાતી

નવરાત્રી અને મેચ રસિયાઓમાં ચિંતા

મહત્વનું છે કે જે તારીખો દરમિયાન વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે વખતે ભારત અને પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન મેચ છે અને 15 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થાય છે. જોકે, અંબાલાલ પટેલનું અનુમાન છે કે 14 ઓક્ટોબરે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહીને કારણે ગરબા આયોજકોને તેમજ ક્રિકેટ રસિયાઓમાં ચિંતા છે કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.