ક્રિકેટર મુનાફ પટેલ સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, બેંક એકાઉન્ટ સીઝ, 52 લાખ રૂપિયા વસૂલાયા


  • Published By :
  • Published Date : 2022-12-16 15:15:36

જાણીતા ક્રિકેટર મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.  મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ ગ્રેટર નોઈડા વેસ્ટના સેક્ટર 10માં વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ બિલ્ડિંગ બનાવી રહી છે. મુનાફ પટેલ આ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. કંપનીએ ફ્લેટ ખરીદનારાઓને નક્કી કરેલી સમય પર ફ્લેટ આપવાનું વચન નિભાવ્યું નથી.  ત્યાર બાદ ફ્લેટ ખરીદદારો અને બિલ્ડરના વચ્ચે રકમ પાછી મેળવવાને લઈ વિવાદ વધ્યો હતો. અંતે આ સમગ્ર વિવાદ રેગ્યુલેશન ઓથોરિટી યુપી રેરા સુધી પહોંચ્યો છે.    


ફ્લેટ ખરીદદારોએ કરી ફરિયાદ


વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં ફ્લેટ માટે આગોતરી ચુકવણી કરનારા ગ્રાહકોએ યુપી રેરામાં ફરિયાદ નોંધાવી અને તેમની રકમ પાછી મેળવવાની માગ કરી હતી. ત્યાર બાદ યુપી રેરાએ બિલ્ડર કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી જારી કરી હતી. ત્યાર બાદ દાદરી તાલુકા વહીવટીતંત્રએ બિલ્ડર પાસેથી રકમ વસુલવાના પ્રયાસો શરૂ કર્યા છે.


એકાઉન્ટ સીઝ અને 52 લાખની વસૂલાત 


ઉત્તર પ્રદેશના ગૌતમબુધ્ધનગરના જિલ્લા વહીવટી તંત્રએ યુપી રેરાની આરસી પર કાર્યવાહી  કરતા પૂર્વ આંતરરાષ્ટ્રિય ક્રિકેટર મુનાફ પટેલના બે  બેંક ખાતા સીઝ કરી દીધા છે. અને તેની પાસેથી 52 લાખ રૂપિયાની વસુલાત પણ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે ખરીદદારોની ફરિયાદો દૂર કરવા અને યુપી રેરા દ્વારા જારી કરાયેલી આરસીની રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


નિવાસ પ્રમોટર્સનું રજીસ્ટ્રેશન 2017માં થયું હતું


અત્રે ઉલ્લેખનિય છે  કે નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2017 માં યુપી રેરામાં નોંધાયેલું હતું. રહેણાંક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, યુપી રેરાએ અગાઉ પણ કંપનીને ઘણી ચેતવણીઓ જારી કરી હતી. પરંતુ, પાલન ન કરવા બદલ, યુપી રેરાએ ભૂતકાળમાં રૂ. 10 કરોડની વસૂલાત માટે આરસી જારી કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે