રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર સીટ માટે ફોર્મ ભર્યું, રવિન્દ્ર જાડેજાએ પત્નીને જીતાડવા માટે કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-14 13:04:50

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગરમાંથી ચુંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા પણ હવે પત્નીને ચૂંટણી જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરના લોકોને ભાવભીની અપીલ કરી હતી.


રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું


જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે તેમના સમર્થકો અને ભાજપના સ્થાનિક ધારાસભ્યો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. રીવાબાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી. 


રીવાભા જાડેજાના સમર્થનમાં આ લોકો જોડાયા
 

રીવાબા જાડેજા શુભ મુહૂર્ત વેળાએ ફોર્મ ભરવા નિકળ્યા ત્યારે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.  તેમના સમર્થનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના આગ્રાણી શ્રી.જીતુભાઈ લાલ, શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણ ભાઈ ભાટુ, ઉપરાંત શહેર ભાજપના ૭૮- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઈન્ચાર્જ મનીષભાઈ કટારીયા વગેરે જોડાયા હતા. જેઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારો રિવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરી એ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે.


ગઈ કાલે રવિન્દ્ર જાડેજાએ લોકોને કરી હતી અપીલ


રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે