અંબાજીમાં PM મોદીને જોવા ઉમટી ભીડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:42:58

અંબાજીમાં પ્રધાનમંત્રી મોદીને જોવા જનમેદની ઉમટી

PM મોદી ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે તેમણે અંબાજી મંદિર પહોંચ્યા. તેમણે ત્યાં માં અંબાના દર્શન કરી આજે જાહેરસભાને પણ સંબોધશે. અંબાજીમાં મોદીને જોવા માટે લોકો ઉમટ્યા હતા તેમનું અંબાજીમાં ભવ્ય સ્વાગત કર્યું અને જનતાનું અભિવાદન સ્વીકાર્યું. મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી અંબાજી પહોંચી ગયા છે. 

 

અંબાજીનો કાર્યક્રમ

PM મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂ.1967 કરોડના ખર્ચે આવાસનું પણ ખાતમુહૂર્ત કરશે. રૂ.124 કરોડના ખર્ચે તૈયાર થનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું PM મોદી લોકાર્પણ કરશે. સિવાય તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM મોદી ભૂમિપૂજન કરશે. રૂ.2798 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ડીસા એરફોર્સ સ્ટેશનમાં રનવે ઇન્ફ્રાન્ટ્રક્ચર સંબંધિત કામનું ભૂમિપૂજન કરશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.