પ્રતિબંધોની ઐસીતૈસી, રશિયા પાસેથી ભારતે ખરીદ્યું રેકોર્ડ બ્રેક ઓઈલ, આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-05 16:29:04

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત યુરોપના વિવિધ દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. આ કારણે રશિયા વિશ્વના દેશોને ક્રુડ ઓઈલ કે ગેસની નિકાસ કરી શકતું નથી. જો કે ભારતે આ પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે આ ખરીદીએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતે છેલ્લા એક વર્ષ દરમિયાન રશિયા પાસેથી એટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદ્યું છે કે તે આંકડો ચોંકાવનારો છે.


પ્રતિ દિન ખરીદ્યું 16 લાખ બેરલ ક્રૂડ


રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત ફેબ્રુઆરીમાં વધીને રેકોર્ડ 16 લાખ બેરલ પ્રતિ દિન થઈ છે. આ આંકડો ભારતના પરંપરાગત સપ્લાયર ઇરાક અને સાઉદી અરેબિયાની સંયુક્ત તેલની આયાત કરતાં વધુ છે. તેલની આયાત અને નિકાસ પર નજર રાખતી સંસ્થા વર્ટેક્સાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા આયાત કરવામાં આવતા તેલના એક તૃતીયાંશથી વધુ જથ્થો એકલા રશિયાએ પૂરો પાડ્યો છે.


ભારતની આયાત 35 ટકા વધી


રશિયા સતત પાંચમા મહિને ભારતને ક્રૂડ ઓઈલનો એકમાત્ર સૌથી મોટું સપ્લાયર છે. ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સુધી ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ ગયા મહિને ફેબ્રુઆરીમાં આયાત 35 ટકા વધીને 16.20 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ છે.


સાઉદી અને અમેરિકાને નુકસાન


રશિયાથી ભારતની આયાતમાં વધારાની અસર સાઉદી અરેબિયા અને અમેરિકાથી તેલની આયાત પર પડી છે. સાઉદી અરેબિયાથી આયાત કરવામાં આવતા તેલમાં માસિક ધોરણે 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાથી તેલની આયાતમાં 38 ટકાનો ઘટાડો થયો છે. વર્ટેક્સા અનુસાર, ભારત હવે રશિયા પાસેથી જેટલું તેલ આયાત કરે છે તે દાયકાઓથી તેના સપ્લાયર રહેલા ઇરાક અને સાઉદી અરેબિયાની કુલ આયાત કરતાં વધુ છે.


ભારતીય કંપનીઓને રશિયન તેલથી ફાયદો  


વર્ટેક્સાના એશિયા-પેસિફિક વિશ્લેષણના વડા સેરેના હુઆંગે જણાવ્યું હતું કે, “રશિયાથી આવતા સસ્તા ક્રૂડ ઓઇલના કારણે ભારતીય રિફાઇનિંગ કંપનીઓને વધુ માર્જિન મળે છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે રશિયા હાલમાં ભારતને રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી રહ્યું છે.



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.