ક્રિપ્ટોકરેન્સી બિટકોઈનની કિંમતમાં ફરી ઉછાળો, એક વર્ષમાં 165% રિટર્ન, શું છે આ તેજી પાછળનું રહસ્ય?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:44:35

દુનિયાની સૌથી જુની,સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરેન્સી બિટકોઈન ફરી તેજીમાં આવી છે. બિટકોઈનનો ટ્રેડિંગ રેટ 44 હજાર ડોલર પર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમત 16 ટકા જેટલી વધી ચુકી છે. આ ગત વર્ષની લઘુત્તમ સપાટીની તુલનામાં 165% જેટલી વૃધ્ધી દર્શાવે છે. અમેરિકા વિશ્વનું સૌ પ્રથમ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે મંજુરી આપી શકે છે તેવા સમાચારના પગલે આ તેજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડને જાન્યુઆરીમાં લીલી ઝંડી આપે તેવી આશા છે.     


અન્ય વર્ચ્યુઅલ કરન્સીમાં પણ તેજી


અમેરિકામાં બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે ગત જુન મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે. આ સમાચારને પગલે બીજી વર્ચ્યુઅલ કરન્સી ઈથર, એવલોન્ચ, અને ડોગકોઈનની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. બિટકોઈનની કિંમત વર્ષ 2021માં લગભગ 68,000 ડોલર પર પહોંચી ગઈ હતી. જો  તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત છે. પરંતું બાદમાં તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે ફરી તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવાની નજીક પહોંચી ગયું છે.  


શા માટે વધી રહી છે કિંમત?


દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીબ્લેકરોકે જુનમાં બિટકોઈન સ્પોટ ઈટીએફ માટે અરજી કરી હતી. આ કંપની દુનિયામાં ઈટીએફની સૌથી મોટી પ્રોવાઈડર છે. બ્લેકરોક બિટકોઈન ઈટીએફથી એક પ્રકારે બિટકોઈનને માન્યતા મળી જશે. આ જ કારણે બિટકોીનની કિંમત વધી રહી છે. જો કે આ તેજીનું બીજુ પણ કારણ છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે પણ મોટા રોકાણકારો તેમના પોર્ટ ફોલિયોને ડાઈવર્સિફાઈડ કરવા માંગે છે. જેમાંથી કેટલાક ઈન્વેસ્ટરોએ બિટકોઈનમાં પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. આમ પણ બિટકોઈનને ડિજીટલ રોકાણનું સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. બિટકોઈનને ડિજીટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. જે રોકાણકારો શેરો અને બોન્ડસથી અલગ રોકાણ કરવા માગે છે તે ગોલ્ડ  તરફ વળ્યા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે