મુંબઈ એરપોર્ટમાંથી 34 કરોડ રૂપિયાની કિંમતનું 5 કિલો હેરોઈન પકડાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 19:47:00

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નશીલા દ્રવ્યો કારોબાર ફૂલીફાલી રહ્યો છે. આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ વિભાગે વિદેશી મુસાફરને 5 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો છે. આરોપી એક ટ્રોલી બેગમાં 5 કિલો હેરોઈન લઈને એરપોર્ટ પર પહોચ્યો હતો. આ ટ્રોલીમાં તપાસ કરતા તેની પાસેથી 34 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. 


આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી


મુંબઈ કસ્ટમ ઝોન-III એ રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) 1985 હેઠળ 34.79 કરોડ રૂપિયાની કિંમતનું 4970 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં એક વિદેશી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત પદાર્થ આરોપીની ટ્રોલી બેગની અંદર ખાસ બનાવેલા પોલાણમાં છુપાવવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે