Cyber Crimeએ Congress નેતા Hitendra Pithdiaની કરી ધરપકડ, રામ મંદિરના પૂજારીને લઈ કરી હતી પોસ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 16:36:30

અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે. જોરશોરથી આને લઈ તૈયારી ચાલી રહી છે. રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3 હજાર જેટલી અરજીઓ મળી હતી. રામમંદિરના મહંત તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે! અનુસુચિત જાતિના પ્રદેશ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હિતેન્દ્ર ભાઈએ ફસબૂક પર એક અભદ્ર ફોટો મૂક્યો, શેર કર્યો હતો અને તેના પર કેપ્શન લખ્યું કે " શું આને રામ મંદિરના પૂજારી બનાવી રહ્યા છે?" અને આ પોસ્ટના કારણે  સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડીયાની ધરપક કરી છે 

હિતેન્દ્ર પીઠડીયાએ પોસ્ટ શેર કરતા લખ્યું 

સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાએ રામ મંદિરના પૂજારીને લઈ અપમાનજનક પોસ્ટ કરી હતી. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિને મહિલા સાથે બિભત્સ રીતે દેખાડી રામ મંદિરના પૂજારી તરીકે દર્શાવવામાં આવ્યા. બિભત્સ ફોટો વાયરલ થયા બાદ સાયબર ક્રાઈમે આ મામલે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. હિતેન્દ્ર પીઠડીયાએ પૉસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, શું આને અયોધ્ય રામ મંદિરનો પૂજારી બનાવી રહ્યાં છો ? પૉસ્ટ કરાયેલી આ તસવીરમાં રામ મંદિરના પૂજારીને એક મહિલા સાથે બિભત્સ રીતે બતાવવામાં આવ્યા હતા.  નેતા વિરૂદ્ધ સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. કોઈ વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે આ પ્રકારે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવી સાયબર ક્રાઈમ ગણાય છે.સાથેજ મહિલાને બદનામ કરવાના તથા ધાર્મિક લાગણી દુભાવા અંગેના આરોપો પણ તેમના પર લાગ્યા છે  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે