વાવાઝોડું 10થી 12 કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધ્યું, અમદાવાદમાં વરસાદની શક્યતા: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-06-13 17:39:08


વિનાશક વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ પોર્ટ અને માંડવી વચ્ચેથી પસાર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે તો વિનાશ વેરી શકે છે. જેને લઇને વાવાઝોડાની હિલચાલ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. આજે 13 જૂનના રોજ સવારે 11.30 વાગ્યા સુધીમાં 10થી 12  કિ.મી.ની ઝડપે બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકાથી 310 કિ.મી. અને જખૌથી 310 કિ.મી. દૂર છે. વાવાઝોડાની અસર દરિયામાં દેખાઈ રહી છે. દરિયાકાંઠે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.


વાવાઝોડાની ઝડપ 10થી 12 કિ.મી.  પ્રતિ કલાક


બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય તેવું અનુમાન છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે. 


વાવાઝોડાના જોખમને ટાળી શકાય નહીં


જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.


અમદાવાદમાં વરસાદની આશંકા


શહેરમાં બિપરજોયની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આજે મંગળવારે ઠેર ઠેર સૂસવાટા મારતો પવન ફૂંકાઈ શકે છે અને આની સાથે જ મોડી સાંજથી રાત સુધીમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ શહેરમાં હ્યુમીડિટી વધારે હોવાનું જણાવ્યું છે. આની સાથે બફારો વધારે હશે એમ પણ સૂચવ્યું છે. આગામી 4થી 5 દિવસ તાપમાનમાં ફેરફાર નોંધાઈ શકે એવા સંકેતો મળી રહ્યા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.