અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુરુવારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને રાત સુધીમાં જખૌ બંદર નજીકના દરિયાકાંઠે અથડાશે. જખૌ બંદર પર હિટ કરતા પહેલા તે થોડું નબળું પડી ગયું હશે, પરંતુ તે હજુ પણ વિનાશ વેરવાની ક્ષમતા યથાવત છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બુધવારે ભારે પવન અને ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ અને 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે 145 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી વધી શકે છે. હવામાન અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે બિપોરજોય વાવાઝોડુ રાત્રે 9થી 10 કલાકની વચ્ચે જખૌમાં ટકરાઈ શકે છે.
વાવાઝોડું રાત્રે કરશે એટેક
ઝંઝાવાતી વાવાઝોડું બિપરજોય વાવાઝોડું રાત્રે લગભગ 9.30 વાગ્યે ગુજરાતના જખૌ પોર્ટથી ટકરાઈ શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સમુદ્ર તટથી ટકરાશે. વળી તેના માર્ગમાં પણ થોડો ફેરફાર થયો છે. તેનો રૂટ પણ કરાચી તરફ વળી ગયો છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી જાણકારી આપી છે. પવનની દિશા અને ગતિ પ્રમાણે વાવાઝોડાના સમયમાં પણ ફેરફાર થતો હોવાનું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હાલ વાવાઝોડું 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.
અમદાવાદ ફાયરની 4 ટીમ કચ્છ પહોંચી
સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. NDRF, SDRF સાથે કચ્છમાં 4 ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની 4 ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે.






.jpg)








