આગામી દિવસોમાં Gujaratમાં આવશે આંધી-વંટોળ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી? ક્યાં કેટલું નોંધાયું તાપમાન જાણો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 11:38:38

ગરમીથી થોડા દિવસોની અંદર છૂટકારો મળી શકે છે.. કારણ કે કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે.. કેરળમાં મોનસુન પ્રવેશી ગયું છે એટલે થોડા દિવસોની અંદર ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ જશે.. કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આગામી દિવસોમાં આના કરતા વધારે ગરમીનો પારો ઘટશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. પરંતુ અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું અથવા તો તેનાથી નીચે નોંધાયું છે... 


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે.. આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક જગ્યાઓનું તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાતું હતું પરંતુ ધીરે ધીરે તાપમાન ઘટી રહ્યું છે.. ગુરૂવારે સૌથી વધારે તાપમાન અમદાવાદનું નોંધાયું હતું અને તે હતું 43.7 ડિગ્રી. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ બનાસકાંઠા, પાટણ  અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં વંટોળ આવી શકે છે.. ભારે પવન ફૂંકાવવાની સંભાવનાઓ રહેલી છે.. 


ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરનું તાપમાન 42.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.3 જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું.. કંડલા એરપોર્ટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.1, ભાવનગરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું.. સુરેન્દ્રનગરનું તાપમાન 43.7 ડિગ્રી જ્યારે કેશોદનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો..     



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..