ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaને આ શરતે મળ્યા જામીન, શરતી જામીન મળતા Gopal Italiyaએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 11:44:42

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા અને તેમના પત્ની જેલમાં હતા. ચૈતર વસાવા ભલે જેલમાં હતા પરંતુ તેમના સમર્થનમાં અનેક વખત આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી છે. આપ દ્વારા પણ અનેક વખત પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે. શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા ભરૂચની સરહદમાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

14 ડિસેમ્બરે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. વન વિભાગના કર્મચારીને ધમકાવવા બદલ તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. પરંતુ 14 ડિસેમ્બરે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જ્યારે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન ધારાસભ્ય હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા ઉપરાંત આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા.



અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે સંદેશો મોકલ્યો હતો કે તે લોકસભા ચૂંટણી લડશે અને કાર્યકર્તાઓને આ અંગે કામ કરવા અપીલ કરી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભામાં સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. 



ભાજપ સરકાર પર ગોપાલ ઈટાલિયાએ કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવાને જામીન મંજૂર થતા સમાજના લોકોમાં તેમજ આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.