Dahegam : ગણપતિ પંડાલમાં થઈ તોડફોડ, લોકો પર ગાડી ચઢાવવાનો કરાયો પ્રયાસ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-28 15:58:41

ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે આજે ગણપતિ બાપ્પાની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ  સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્યાંક ગરબાનું આયોજન તો ક્યાંક ડાયરાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગઈકાલે દહેગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું. બબાલ થતા ગણેશ પંડાલમાં તેમજ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર પાર્કિંગને લઈ આ મામલો બન્યો હતો.

દેહગામમાં ગણેશ પંડાલમાં થઈ મારામારી 

અનેક જગ્યાઓ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને લાવવામાં આવે છે. ભક્તિથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ અનેક જગ્યાઓ પર કરવામાં આવે છે. ત્યારે બુધવાર રાત્રે દેહગામમાં સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં મારામારીની ઘટના બની છે. ગણેશ પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાનો આનંદ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

 ગાંધીનગર: આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે બુધવારે મોડી રાતે દહેગામમાં ગણેશ મહોત્સવના ડાયરામાં પાર્કિંદ અંગે બબાલ થઈ હતી. ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. બે જૂથો વચ્ચે મારામારી થતા તંગદિલી ફેલાઇ હતી. જેમાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આટલું જ નહીં મહોત્સવમાં હાજર લોકો પર કાર ચઢાવવાનો પણ પ્રયાસનો આક્ષેપ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી. બુધવારે રાતે ગણેશ ઉત્સવમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા. દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ તોફાની તત્વો દ્વારા મારામારી અને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ અસામાજિક તત્વોએ ગણેશ પંડાલ અને ગાડીઓના કાચ તોડ્યા હતા. સમગ્ર ઘટનામાં ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચી. હાલ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.

ગણેશ પંડાલમાં વાહનોની કરાઈ તોડફોડ   

ડાયરામાં અચાનક શાંતિ અશાંતિમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. મારામારી તેમજ તોડફોડ ગણેશ પંડાલમાં કરવામાં આવી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગાડી ચાલક ગાડી લઈને ગણપતિ પંડાલમાં આવી પહોંચ્યો હતો અને તોડફોડ કરવાની શરૂઆત કરી દીધી. લોકો પર હુમલો કરવાનો પ્રયાસ પણ તેના દ્વારા કરવામાં આવ્યો હતો. 

 આ મારામારી બાદ સ્થાનિકોમાં રોષ છવાયો હતો. સ્થાનિકોએ આ ઘટનામાં ઘણાં જ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તેમના આરોપ મુજબ નામચીન બુટલેગરે ડાયરાના સ્થળ પર આવી કોઈ વ્યક્તિ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો. બુટલેગરે હાજર લોકો પર પોતાની ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બુટલેગરે ત્યાં હાજર એક વ્યક્તિ પર ગાડી ચઢાવી દેવા માટે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું હતું.

 જ્યારે અન્ય સ્થાનિકો એમ પણ જણાવી રહ્યા છે કે, આ બબાલ પાર્કિંગને કારણે નહીં પરંતુ જૂની અદાવતને કારણે થઇ હતી. આ અંગે પોલીસ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ મામલે હાથ ધરી તપાસ 

આ મારામારી બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે કાર ચાલક દ્વારા લોકોને ઘાયલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે બુટલેગર છે. ડાયરાના સ્થળ પર આવી કોઈ વ્યક્તિ પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણેશ પંડાલમાં હાજર લોકો પર ગાડી ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. તો કોઈ એવું પણ કહી રહ્યું છે કે પાર્કિંગને કારણે આ મારામારી તેમજ તોડફોડ થઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે