Dakor : હોળીના દિવસે રણછોડરાય મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, રણછોડરાયની ઝાંખી લેવા ભક્તો બન્યા આતુર, જુઓ તસવીરો..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 12:18:31

હોળીના દિવસે ડાકોરમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ભગવાનના દર્શન કરવા માટે અનેક ભક્તો પગપાળા જતા હોય છે. હોળીના દિવસો દરમિયાન ભગવાન રણછોડરાયના દર્શન કરવાનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એકાદશી પર્વથી ફાગણની પૂનમ સુધી ત્યાં મેળો ચાલતો હોય છે. હોળીના દિવસે કરવામાં આવતી આરતીનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. પહેલા રસ્તા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે હવે મંદિર પરિસરમાં આ નાદ ગુંજી રહ્યો છે. દૂરદૂરથી ભક્તો રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોર પહોંચી રહ્યા છે.


જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું  મંદિર પરિસર 

ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે હોળીની પૂનમે ડાકોર ભક્તોના ઘોડાપૂરથી ભરાઈ જતું હોય છે. અનેક ભક્તો ધજા લઈને ડાકોર પગપાળા જતા હોય છે. હોળીના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આરતીનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લેતા હોય છે. હોળીના દિવસે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ધૂળેટીના દિવસે પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શનનો લાભ લેશે.. 

રસ્તામાં શ્રદ્ધાળુઓને અગવડ ના પડે તે માટે કરવામાં આવી વ્યવસ્થા

મહત્વનું છે કે ડાકોર રણછોડરાયજીને મળવા માટે અનેક લોકો પગપાળા જતા હોય છે. દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. ચાલી રહેલા ભક્તોને અગવડ ના પડે તે માટે રસ્તામાં અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. રસ્તામાં ખાસ વ્યવસ્થા કરવામાં  આવતી હોય છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ એસટી બસની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હોળીના દિવસે જ્યારે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે ભક્તો ભગવાનની ઝાંખી કરવા માટે આતુર થઈ ગયા હતા. જમાવટ પરિવાર તરફથી આપ સૌને પણ ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ...  



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'