Dakor VIP Darshan : ટેમ્પલ કમિટી, હિંદુ સંગઠનો વચ્ચેની થયેલી બેઠક નિષ્ફળ નિવડી, નિર્ણય યથાવત રહેશે


  • Published By :
  • Published Date : 2023-09-01 17:13:41

ખેડા ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મંદિર પ્રશાસન દ્વારા વીઆઈપી દર્શનની શરૂઆત કરવામાં આવી છે. વીઆઈપી દર્શન માટે 500 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારથી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય સામે આવ્યો છે ત્યારથી વિવાદો છેડાઈ ગયા છે. આ નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ મામલો શાંત કરવા માટે ગુરૂવારના રોજ મંદિરના ટ્રસ્ટીઓ, સેવકો તેમજ આંદોલનકારીના અગ્રણીઓની વચ્ચે બેઠક થઈ હતી. અંદાજીત ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ બેઠકમાં આ મુદ્દાને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ડાકોરમાં વીઆઈપી કલ્ચર યથાવત રહેશે.    


નિર્ણય પરત લેવામાં આવે તેવી ભક્તોની છે માગ 

થોડા સમય પહેલા ડાકોર મંદિર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના નજીકથી દર્શન કરવા માટે 250 રૂપિયા અને 500 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક હિંદુ સંગઠનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી આપી હતી. ભક્તોમાં પણ નિર્ણયને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધના સૂર વધતા ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. બેઠક બોલાવવામાં આવી હતી. 


બેઠક બાદ શું આવી પ્રતિક્રિયા?

વિરોધના સૂર વધારે વધતા મામલાને શાંત પાડવા માટે ગઈકાલે મંદિર ટ્રસ્ટના સેવક ટ્રસ્ટી, મેનેજર અને આંદોલનકારી આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કોઈ સમાધાન ન આવવાને કારણે હાલ જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે યથાવત રહેશે. જો તમારે ભગવાનના સન્મુખ રહી દર્શન કરવા હોય તો 500 રુપિયાનો ચાર્જ ચૂકવો પડશે. બેઠક બાદ મંદિરના મેનેજરે પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું હતું કે પૈસા વસૂલવાની કોઈ વાત નથી. વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી. વીઆઈપી દર્શન નામ જ ખોટું થે. સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે