Dandi Yatra2.0: પાંચમા દિવસે AAPની યુવા અધિકાર યાત્રા અહીંયા પહોંચી, Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-17 11:15:17

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નીકળેલી યાત્રાનો આજે પાંચમો દિવસ છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો સરકાર પાસે કરી રહ્યા છે. અલગ અલગ રીતે તેમણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દરેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો ધરણા કરવાના હતા પરંતુ પોલીસ દ્વારા તેમને હટાવી લેવામાં આવતા હતા. આંદોલન કરવા ન દેતા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે.

 

જ્ઞાનસહાયક યોજના નાબુદ થાય તે માટે આપે કરી યુવા અધિકાર યાત્રા

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમય હશે તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશે? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર પોતાની વાતને લઈ મક્કમ દેખાઈ રહી છે, પોતાના નિર્ણય પર અટલ દેખાઈ રહી છે. ઉમેદવારોની માગ ભલે સરકાર નથી સાંભળી રહી પરંતુ ઉમેદવારોને રાજકીય પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. શિક્ષણને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આમ આદમી પાર્ટીએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા અમદાવાદ આવશે. 

યાત્રા દરમિયાન ચૈતર વસાવા અને યુવરાજસિંહ આક્રામક દેખાયા 

દાંડીયાત્રા 2.0ને સારૂં સમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા સહિત અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. આ યાત્રા જ્યાં જ્યાં પણ પહોંચી રહી છે ત્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે દાંડીયાત્રા 2.0નો  પાંચમો દિવસ છે. ગઈકાલે ડેડિયાપાડા,નસવાડી થઈ યાત્રા આગળ વધી હતી. ત્યારે આજે યાત્રા દાહોદ , ગોધરા પહોંચવાની છે. આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહ આક્રામક દેખાયા છે. સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરવામાં આવી રહી છે. ત્યારે દાંડીએથી નીકળેલી યાત્રા પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે કે નહીં તે તો સમય બતાવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે