ચક્રવાત મિચૌંગથી જોખમ વધ્યું, તમિલનાડુ-આધ્રપ્રદેશમાં ભારે વરસાદ, 54 ટ્રેન રદ્દ


  • Published By :
  • Published Date : 2023-12-03 17:08:11

દેશના પૂર્વ ભાગ પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં આ તોફાની ચક્રવાત મિચૌંગ વાવાઝોડ઼ામાં પરિવર્તિત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું 5 ડિસેમ્બરના બપોર સુધી દક્ષિણ આંધ્ર્ પ્રદેશ અને તેની આસપાસ તથા પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. 5 ડિસેમ્બર સુધી નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશ તટને પાર કરશે. 


24 કલાકમાં ભયાનક અસર


વાવાઝાડાની મહત્તમ ગતિ 80-90 પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની હશે. હવામાન વિભાગની આગાહી છે કે મિચૌંગ ચક્રવાતના કારણે તમિલનાડુના ચેન્નઈ, કાંચીપુરમ, અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર ધોધમાર વરસાદની આગાહી છે. 


પૂર્વી તટની 54 ટ્રેન રદ્દ


ચક્રવાત મિચૌંગથી ઉભા થયેલા જોખમના કારણે પૂર્વીય  તટની 54 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પૂર્વીય ઝોનથી પસાર થનારી એક્સપ્રેસ, મેલ, સ્પેશિયલ ટ્રેન સહિતની ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તે જ પ્રકારે દક્ષિણ પૂર્વ રેલ્વેની હાવડા-ચેન્નઈ મેલ સહિત ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમણે કહ્યું રદ્ થનારી હાવડા-એસએમવીટી (બેંગલુરૂ) અને હટિયા-એસએમવીટી (બેંગલુરૂ) એક્સપ્રેસ સહિતનો સમાવેશ થાય છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.