Gujaratમાં દીકરીઓ નથી સુરક્ષિત! Chhota Udepurમાં ચાલુ જીપમાં થઈ વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી માર્યો કુદકો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-03 13:48:01

એક સમય હતો જ્યારે મહિલાઓ માટે ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એ સમયે પણ કદાચ મહિલાઓ સાથે ગરેવર્તન થતું હશે, જબરદસ્તી હતી હશે પરંતુ હમણાં જે પ્રમાણેના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ઓછા હશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ઘરમાંથી બહાર નીકળતા દીકરીઓ ડરતી હશે. બહાર તો ઠીક પરંતુ પોતાના સગાઓથી બાળકીઓ કદાચ ડરતી હશે.આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શાળામાં ભણતી બાળકીઓ સુરક્ષિત નથી તેનું ઉદાહરણ સામે આવ્યું છે છોટાઉદેપુરથી. સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર છેડતીના ડરથી વિદ્યાર્થિનીઓ ચાલુ પિકઅપવાનમાંથી બહાર કૂદી ગઇ હતી.    

An incident of molestation of female students in Chhota Udepur છોટાઉદેપુર: ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી કૂદતા ઈજાગ્રસ્ત

પોતાની ઈજ્જત બચાવા માટે ચાલુ ગાડીમાંથી દીકરીઓ કૂદી પડી

વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાઓ માટે ગુજરાત કેટલું સુરક્ષિત છે તે સવાલ થાય. મહિલાઓની, શાળામાં ભણતી દીકરીઓ તેમજ નાની માસુમ બાળકીઓ વિકૃત માણસના હવસનો શિકાર બની રહી છે. રસ્તા પર દીકરીઓની છેડતી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે દીકરીએ પિકવનવાનમાંથી બહાર કૂદકો માર્યો છે પોતાની ઈજ્જત બચાવવા! છેડતીના ડરથી નસવાડી બોડેલી રોડ પર વિદ્યાર્થિનીઓ ચાલુ પિકઅપવાનમાંથી બહાર કૂદી ગઇ હતી. બહાર કૂદી પડતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે.


શાળામાંથી પરત ફરતી વખતે બની આ ઘટના 

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે આ ઘટના બની હતી. કોસીન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ કુંડીયા ગામમાં જવા માટે પહેલા બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બસ માટે લાંબી લાઈન હતી તો વિદ્યાર્થિનીઓએ પિકઅપવાનમાં જવાનું વિચાર કર્યું. વિદ્યાર્થિનીઓ વાનમાં પાછળના ભાગમાં બેઠી. વિદ્યાર્થિનીઓ ગાડીમાં બેઠી તે પહેલા અનેક લોકો ગાડીમાં બેઠા હતા. આગળની કેબિનમાં ડ્રાઇવર સાથે ત્રણ અને પાછળ બે વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થિની ગાડીમાં બેઠી  તે બાદ ડ્રાઇવરે સ્પીડમાં ગાડી ચલાવાની શરૂઆત કરી.  

ગાડીમાંથી કૂદી પડતા વિદ્યાર્થિનીઓને પહોંચી ઈજા 

કેબિનમાં બેઠેલા વ્યક્તિ પાછળની સાઈડ આવી ગયા. પાછળ બેઠેલા લોકોએ ધીરે ધીરે વિદ્યાર્થિનીને અડપલા કરવાના શરૂ કર્યા. શરીરને ટચ કરવાનું શરૂ કર્યું. આવી હરકતોને કારણે વિદ્યાર્થિનીઓના મનમાં છેડતી થવાનો ડર બેસી ગયો. ડ્રાઈવરને ગાડી રોકવા માટે પણ અનેક વખત કહ્યું પરંતુ ગાડીવાળાએ તેમની વાત ન સાંભળી. અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવાની ચાલું રાખી. પોતાની ઈજ્જત બચાવવા માટે વિદ્યાર્થિનીઓએ જીવને જોખમમાં મૂક્યો. ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ કૂદી પડી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગભરાયેલી 6 વિદ્યાર્થિનીઓએ ગાડીમાંથી છલાંગ લગાવી. ગાડીમાંથી કૂદતો મારતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 


આ મામલે પોલીસે કરી કાર્યવાહી 

વિદ્યાર્થિનીઓના પરિવારને આ અંગેની જાણ થતા દીકરીઓને ન્યાય મળે તે માટે પોલીસ ફરિયાદ કરી હતી. જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માગ છે. મળતી માહિતી અનુસાર પોલીસે બે લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરી શકે તેવું વાતાવરણ નથી રહ્યું. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..