બ્રેકિંગ: ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 23:18:38

ભરૂચ જિલ્લાના કેલોદ પાસે ટ્રક અને કાર વચ્ચે જબરદસ્ત અકસ્માત થતાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કેલોદ રોડ ઉપર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે સર્જાયો છે. આગંભીર અકસ્માત ભરૂચ નજીક સર્જાયો હતો. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 


નોકરીથી ફરતા યુવાનોને નડ્યો અકસ્માત 


ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર બનેલી આ ગંભીર ઘટનામાં ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આમોદના સુડી ગામના યુવાનોને અકસ્માત  નડ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા તે સમયે કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત નડ્યો હતો. કારમાં 4 થી 5 લોકો સવાર હતા, કારના પતરાં ચીરી કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. કારમાં સવાર લોકો પૈકી મોટાભાગના મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયુ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે