Bharat Ratnaને લઈ સંસદમાં છેડાયો વિવાદ! Mallikarjun Khargeએ કહ્યું એવું કે જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 17:11:24

ગઈકાલે ભારત રત્નને લઈ જાહેરાત કરવામાં આવી. ભારતના બે પૂર્વ પ્રધાનમંત્રી નરસિન્હા રાવ તેમજ ચૌધરી ચરણસિંહને તેમજ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. ભારત રત્નને લઈ સંસદમાં હોબાળો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આજે જ્યારે સંસદમાં કાર્યવાહી થઈ ત્યારે કોંગ્રેસના સાંસદોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. આ હોબાળો ત્યારે ચાલુ થયો જ્યારે અધ્યક્ષે જયંત ચૌધરીને બોલવાનો સમય આપ્યો. જયંત ચૌધરીને બોલવાની અનુમતી અપતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ કર્યો. આ વાત પર વિવાદ છેડાયો અને પછી સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે હું ચરણસિંહનું અપમાન સહન નહીં કરી શકું....

ભારત રત્નને લઈ સંસદમાં થયો હંગામો!

બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થયો છે. ત્યારે સત્રમાં આજે ભારત રત્નને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'આ ખુશીની વાત છે કે આપણા તમામ સામાજિક કાર્યકરોને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરતા સામાજિક કાર્યકરો આપણા બધા માટે ઉદાહરણ છે... અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે... 

આ બાદ સભાપતિએ જયંત ચૌધરીને બોલવાની અનુમતિ આપવા પર મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરી. જયંત ચૌધરીને કયા નિયમ અનુસાર બોલવાની અનુમતિ આપી તે પ્રશ્ન સભાપતિને મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યો. તેમણે કહ્યું કે પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે તેને કયા નિયમો હેઠળ બોલવાની છૂટ છે. કૃપા કરીને અમને પણ મંજૂરી આપો.



જગદીપ ધનખડેએ કહ્યું કે... 

આ બાદ વિવાદ છેડાયો અને સભાપતિ ધનખડ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે 'તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે, તમે તેમના વારસાનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આજે ગૃહમાં આવું વાતાવરણ બનાવીને તમે દેશના દરેક ખેડૂતને દુઃખ પહોંચાડી રહ્યા છો. આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. વિપક્ષી સાંસદોએ હંગામો ચાલું રાખ્યો. નારાઓ લગાવ્યા.    



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે