TMC સાંસદ મહુઆ મોઈત્રાના લોકસભા સભ્ય પદ આજે ફેંસલો, જાણો સંસદમાં હવે શું થશે


  • Published By :
  • Published Date : 2023-12-08 14:24:03

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ પર તલવાર લટકી રહી છે, આજે તેના પર નિર્ણય લેવાઈ શકે છે. સંસદની એથિક્સ કમિટીએ તેની રિપોર્ટમાં મહુઆ મોઈત્રાનું સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી છે. ભાજપે પણ તેના સાંસદોને વ્હીપ જારી કરીને આજે સંસદમાં હાજર રહેવાનું કહ્યું છે. જો કે આવી સ્થિતી ત્યારે જ સર્જાશે જ્યારે વોટિંગની નોબત આવશે. ટીએમસીએ આવો કોઈ નિર્ણય કર્યો નથી. જો મહુઆનું સંસદનું સભ્ય પદ જશે તો તે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. નિયમ મુજબ શિસ્ત સમિતીની રિપોર્ટ લોકસભામાં સંસદના નેતા પ્રધાનમંત્રી મોદી, ઉપ નેતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી જ રજુ કરી શકે છે.


સંસદમાં આજે શું થશે?


સરકાર એથિક્સ કમિટીના રિપોર્ટની ભલામણો પર સંસદનો અભિપ્રાય જાણશે, જો વિપક્ષ મહુઆ મોઈત્રાને લોકસભામાંથી હટાવવા માટે વોટિંગ કરાવવાની માગ કરશે તો લોકસભામાં મતદાન થશે. જો મતદાન થશે તો ચોક્કસપણે ભાજપ અને તેના સાથી પક્ષોની જીત થશે કારણ કે લોકસભામાં તેમની બહુમતી છે.  


મહુઆ પર શું આરોપ છે?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે