ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2023-01-13 09:53:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટો હાંસલ કરી હતી. પાંચ સીટો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે આદિવાસી પરિવારના એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી. ચૈતર વસાવાએ પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા. ઉપરાંત તેઓ બેન્ડ બાજાના તાલે ઝુમતા પણ નજરે પડયા હતા. 

ડેડિયાપાડામાં ચૈતર વસાવા વરરાજાને ખભાપર બેસાડી નાચી ઊઠ્યા; આવું જોઈ લોકો  આશ્ચર્યચકિત થયા | In Dediyapada Chaitar Vasava danced with the bridegroom  on his shoulders; People were ...


ડીજેના તાલે ઝુમ્યા ધારાસભ્ય 

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોઅએ જ્યારથી પોતાની જવાબદારી સંભાળી છે ત્યારથી તેનો અનેક જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ડેડિયાપારાના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ વખત બસ સ્ટેન્ડની મુલાકાત લઈ રહ્યા છે તો કોઈ બીજી જગ્યાની મુલાકાત લેતા તેઓ નજરે પડે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. આદિવાસી પરિવારના એક લગ્નમાં હાજરી આપી. પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા અને બેન્ડ બાજાના તાલે ઝુમતા  નજરે પડયા હતા.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.