Dediapadaના ધારાસભ્ય Chaitar Vasavaને કોર્ટમાં કરાયા રજૂ, આટલા દિવસના રિમાન્ડની કરાઈ માગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-15 13:32:06

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યુ. વન વિભાગના કર્મીચારી ધમકાવા અને મારપીટ કરવાના આરોપો ચૈતર વસાવા પર લાગ્યા હતા. આને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તેઓ ફરાર હતા. એક મહિના બાદ ગઈકાલે તેમણે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના જામીન મંજુર કર્યા છે.  

ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વનકર્મીને ધમકાવવા તેમજ મારપીટ કરવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા, પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. પરમ દિવસે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને છોડી તેની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે તો સમાચાર આવ્યા કે ચૈતર વસાવા આત્મસમર્પણ કરવાના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થાય તે પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા. ગઈકાલે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડને મંજૂર કરી દીધા છે. 

 

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે