Dediapadaના ધારાસભ્ય Chaitar Vasava આજે થશે જેલમુક્ત, ધારાસભ્યના સ્વાગતમાં કરાયું કાર્યક્રમનું આયોજન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 09:13:43

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન ઘણા સમય પહેલા મળી ગયા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા ન હતા. ચૈતર વસાવાના પત્નીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે. આજે સુનાવણી થવાની છે. ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે તેવી માહિતી સામે આવી છે. 10 વાગે તે જેલ મુક્ત થવાના છે.   


10 વાગે જેલની બહાર આવશે ચૈતર વસાવા 

વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં  ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્યના પત્ની શકુન્તલા વસાવા સહિત 9 લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને તો શરતી જામીન મળી ગયા પરંતુ બીજા અનેક લોકોને જામીન મળવાના બાકી છે. તેમના પત્નીના જામીન અંગેની સુનાવણી આજે થવાની છે.    આજે 10 વાગે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે. ધારાસભ્ય જેલની બહાર ક્યારે આવશે તેની રાહ તેમના સમર્થકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.


શકુંતલા વસાવાના જામીન અરજી પર આજે થશે સુનાવણી  

ધારાસભ્ય બહાર આવવાના છે તેના ભાગરૂપે અનેક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં શકુંતલાબેન સહીત ત્રણ લોકોની જામીન માટેની અરજી પર સુનવણી થશે અને જો નામદાર કોર્ટ જામીન મંજુર કરશે તો ચારેય જેલમાંથી મુક્તિ મળતા લોકો સમક્ષ આવશે. સંભવિત રીતે ધારાસભ્યના પત્ની શકુંતલાબેન તેમના પી.એ. અને ખેડૂત મિત્ર ત્રણના જામીન મંજૂર થાય અને ડેડીયાપાડા કોર્ટમાં બીડું લઈને જિલ્લા કોર્ટમાં પરત આવે ત્યાં સુધીમાં સાંજ પડી જાય એટલે એકલા ધારાસભ્ય ચૈતર વસાવા વહેલા 10 કલાકે પણ પોતાનું જામીન અંગેનું બીડું જિલ્લા કોર્ટમાં જમા કરાવી નીકળી શકે છે.


જિલ્લામાં વધારાઈ સુરક્ષા! 

આજે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો સ્વાગત માટે પહોંચવાના છે. ચૈતર વસાવા શરતી જમીન પર છૂટયા છે એટલે કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હદપાર જવાનું હોય છે. કાર્યકરોએ મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો છે અને નર્મદામાં જેટલા કલાક રહેવાનું હોય એમાં દેવમોગરા માતાજીના મંદિરના દર્શન કરવા જવાના છે અને કાર્યક્રરોને મળીને હદપાર જવા રવાના થશે. નર્મદા પોલીસ પણ  આને લઈ એલર્ટ થઈ ગઈ છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેલમાંથી બહાર આવીને ધારાસભ્ય શું કહે છે તેની પર સૌ કોઈની નજર છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે