થોડા મહિનાઓની અંદર બોલિવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં પારણું બંધાવાનું છે. જલ્દી જ દીપિકા અને રણવીર માતા પિતા બનવાના છે. આ ખુશખબરની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી પોતાના ફેન્સને ખુશખબરી આપી હતી. દીપિકાની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થશે. ખુશખબરી સામે આવ્યા બાદ કપલને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા Deepika Padukone, RanveerSingh , Pregnancy જેવા # ટ્રેન્ડ થઈ રહ્યા છે.
ખુશખબરી આપ્યા બાદ ફેન્સ તેમને આપી રહ્યા છે શુભેચ્છા
સોશિયલ મીડિયા પર અનેક બોલિવુડ સ્ટાર ચર્ચામાં રહેતા હોય છે. અપકમિંગ ફિલ્મને લઈ અથવા તો કોઈ સમાચારને લઈ તેમની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હોય છે. ત્યારે આ વખતે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ટ્રેન્ડ થઈ રહ્યા છે. દીપિકા અને રણવીરસિંહે સરપ્રાઈઝ આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જેનાંથી તેમના ફેન્સ ખુશ ખુશ થઈ ગયા. થોડા સમયની અંદર દિપીકા-રણવીરસિંહ માતા પિતા બનવા ગઈ રહ્યા છે. થોડા મહિનાની અંદર તેમનાં ત્યાં પારણું બંધાવાનું છે. આ સમાચાર સામે આવતા તેમના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે તે પ્રેગ્નેટ છે અને જલ્દી માતા પિતા બનવાના છે. ના માત્ર ફેન્સ પરંતુ બોલિવુડ સ્ટાર્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં દીપિકાની થવાની છે ડિલીવરી
દીપિકા પાદુકોણના લગ્ન 2018માં રણવીરસિંહ સાથે થયા છે. છ વર્ષ સુધી તેમણે ડેટિંગ કર્યું અને પછી તે લગ્ન સંબંધમાં બંધાયા હતા. ફેન્સ ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે આ કપલ તરફથી ખુશખબરી શેર કરવામાં આવે. અનેક વખત એવી પણ ચર્ચાઓ થઈ કે દીપિકા પ્રગ્નેન્ટ છે પરંતુ તે છુપાવી રહી છે પરંતુ હવે કપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે સિંગાપોર વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માત્ર બે મહિના પહેલાની વાત છે.